Introduction
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને સ્થાપેલા સર્વોપરી ઉપાસના અને અનાદિમુકતની સ્થિતિના સિધ્ધાંતોને ઉજાગર કરવા જીવનપ્રાણ અબજીબાપાશ્રી એ અપાર દાખડા કરી કારણ સત્સંગની સ્થાપના કરી. આ કારણ સત્સંગના જ્ઞાન – સિદ્ધાંતોને માત્ર બોલવામાં કે સમજવામાં જ ન રહેતા તેની દ્રઢતાએ યુક્ત અનુભવી સમાજની રચના કરવાના ઉદ્દેશથી ગુરુદેવ પ. પૂ. બાપજી અને ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીએ ઈ.સ.1987 માં વાસણા અમદાવાદ ખાતે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા SMVSની સ્થાપના કરી છે.
Future of SMVS
કારણ સત્સંગના જ્ઞાન – સિદ્ધાંતોને વિશ્વવ્યાપી કરવા છે. એવા ગુરુદેવ પ. પૂ. બાપજીના સંકલ્પને પૂરો કરવાની નેમ લઈને સમગ્ર SMVSનો સંત – હરિભક્ત સમાજ ચાલી રહ્યો છે. ત્યારે અનેક મા-બાપ પોતાના દિકરા – દિકરીઓને નાનપણથી શ્રીજી અર્થે જીવન કરવાના પાઠ શીખવતા હોય છે.
આવા સહજાનંદી સિંહસમાં બાળ સમાજનું નાનપણથી જ ઘડતર કરવા, કારણ સત્સંગના જ્ઞાન-સિધ્ધાંતોને બાળ અવસ્થાથી જ ચરિતાર્થ કરવા માટેનો પ્રોજેક્ટ એટલે SBS. ટૂકમાં કહીએ તો SBS એટલે SMVSનું ભવિષ્ય.
Vision
કારણ સત્સંગના સિદ્ધાંતો દ્રઢ કરવા અને કરાવવાની સેવા માટે જીવન સમર્પિત કરતા મુમુક્ષુ બાળસમાજની રચના કરવી.
Mission
બાળકની પાત્રતા ઓળખીને વર્ગીકરણની પદ્ધતિને અનુસરી બાળકોની વૈચારિક ભૂમિકાને વિકસાવવી મુમુક્ષુતા દ્રઢ કરાવીશું.
Motto of SBS
“ગુરુજીના રાજીપામાં જ રહેવું છે,
SMVS માટે જ જીવવું છે”
Pouring Spirituality
SBSના મુકતોમાં પરભાવના જ્ઞાનનું સિંચન
ગુરુજીના સંકલ્પથી SBSના તમામ બાળકોને ગળથુથીમાં જ પરભાવ દ્રઢ કરવામાં આવે છે. દેહ અને આત્મા જુદા જ છે. આત્માને અનાદિમુક્ત કર્યો છે. હવે મૂર્તિમાં રહી મૂર્તિના સુખના ભોક્તા થવાનું છે. કારણ સત્સંગના આ ગૂઢ જ્ઞાન – સિદ્ધાંતોને બાળકોને બાળસહજમાં શૈલીમાં સાવ સરળ કરી રમત ગમત સાથે શીખવવામાં આવી રહ્યા છે.
Development Programms
- Spiritual Camps -SBSના મુક્તોને વિશેષ જ્ઞાન-સમજણની દ્રઢતા માટે તથા પ્રેક્ટિકલ ઘડતર મળે તે માટે વર્ષ દરમ્યાન સમયાંતરે ગ્રુપવાઈઝ જુદા જુદા કેમ્પ રાખવામાં આવે છે.
- HC Sabha – કેમ્પમાં થયેલી વાતો માત્ર વાતો ન રહે અને તેની દ્રઢતા કરી શકાય. તે માટે હેડ સેન્ટર ખાતે ગ્રુપ વાઈઝ સભાઓ દ્વારા જે તે વાતની પૃષ્ટિ તથા માર્ગદશન આપવામાં આવે છે.
- Zonal Sabha – દેશના દુર દુરના વિસ્તારોમાં રહેતા બાળકો માટે દર મહીને નજીકના મંદિરમાં ઝોનલ સભા કરવામાં આવે છે. જેમાં હેડ સેન્ટર દ્વારા ઓનલાઈન લાભ આપવામાં આવે છે.
- Abroad Sabha – વિદેશના બાળકો માટે પણ ઓનલાઈન માધ્યમથી સભા કરવામાં આવે છે. જેમાં તેઓની જરૂરિયાત પ્રમાણે આધ્યાત્મિક ભાતું પીરસવામાં આવે છે.
- Project & Competition – કેમ્પ બાદ સમજાવેલ જ્ઞાનની દ્રઢતા માટે જુદા જુદા પ્રોજેક્ટ આપવામાં આવે છે તથા વેકેશન દરમ્યાન જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા બાળકોનું સર્વાંગી ઘડતર કરવામાં આવે છે.
- Councelling – અંગત બેઠક, અંગત સભા, તથા ફોન સંપર્ક દ્વારા બાળકોના જીવનમાં અંગત રસ લઇ તેઓના પ્રશ્નોનું નિરાકરણ અને આગળ વધવાનું માર્ગદર્શન આપવામાં આવે છે.
- Play Based Spirituality – અધ્યાત્મના ઊંચા જ્ઞાનને ગમ્મત સાથે વ્હાલા ગુરુજી અને પૂ.સંતો દ્વારા પીરસવામાં આવે છે. વ્હાલા ગુરુજીની માતૃવાત્સલ્યતા અને પૂ.સંતોનું વ્હાલા બાળકોને આપો આપ આધ્યાત્મિકતા તરફ આકર્ષતું હોય છે.
Divine Experience of Guruji
SBS પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એટલે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષ સાથે અનુપમ લાહવો.
SBSના બાળમુકતોને અવારનવાર વિવિધ માધ્યમો દ્વારા વ્હાલા ગુરુજીનું દિવ્ય સાનિધ્ય સાંપડતું હોય છે. પોતાના વાત્સલ્યથી બાળકોને ભીંજવવા વ્હાલા ગુરુજી SBS ની સભામાં સામે ચાલી પધારતા હોય છે. એ જ રીતે વિશિષ્ટ કાર્યક્રમોમાં ગુરુજી સમક્ષ કરવા મળતા કાલાવાલા, ગુરુજી સાથે વિચરણનો લાભ વિગેરે બાળમુકતો માટે અનેરું સંભારણું બની રહે છે.
Nurturing of Parents
બાળકોના ઘડતર માટે ઘરનું વાતાવરણ અને વાલીનું જીવન અતિ મહત્વનો ભાગ ભજવે છે. SBS પ્રોજેક્ટમાં વાલીમુક્તોના ઘડતર માટે પણ અવનવા પ્રયત્નો કરવામાં આવે છે.
વાલીમુકતોને પણ સભા, સેમીનાર, મીટીંગ વગેરે માધ્યમો દ્વારા વાલી તરીકેની ફરજો તથા બાળકોનું ઘડતર કરવા માટેની અતિ મહત્વની બાબતોની સ્પષ્ટતા અને દ્રઢતા કરાવવામાં આવે છે.
અતિ આગ્રહી અને ઉત્સાહી વાલી મુક્તોને ગુરુજીનો સ્પેશિયલ લાભ પ્રાપ્ત થાય છે. વ્હાલા ગુરુજી પણ વાલીમુક્તોને બળિયા કરવા વર્ષમાં ઓછામાં ઓછા બે વખત SBSના વાલી મુક્તોને કથાવાર્તાનો લાભ તથા રાજીપો આપવા પધારતા હોય છે.
Span of SBS
મહારાજ અને મોટાપુરુષના સંકલ્પો ભવ્ય અને પ્રચંડ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે થશે અને થશે જ…’ આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા માટે બાળપેઢીને જ્ઞાન – સિદ્ધાંતોસભર કરવા માટે દેશ-વિદેશમાં SBS બાળ – બાલિકા મુક્તોની SBS સભા તેમ જ સમયાંતરે કેમ્પનો પ્રારંભ કેનેડા, ઓસ્ટ્રેલીયા, UK, USA, આફ્રિકા, દુબઈ વગેરે દેશોમાં પણ કરવામાં આવ્યો છે.